અન્ય દેશોની સરખામણીમાં ભારતે ૧૦ ટકા પણ ભાવ વધાર્યા નથીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી

 

નવિ દીલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે દેશમાં તેલની કિંમતોમાં વધારો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય કારણોસર છે. દેશમાં તેલની કિંમતમાં પાંચ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૩ વખત વધારો થયો છે. દરમિયાન, બંને ઇંધણ રૂ. ૯.૨૦ મોંઘા થયા છે. હાલમાં મુંબઇમાં પેટ્રોલની કિંમત સોથી વધુ છે. લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે ભારતમાં ઇંધણના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોની કિંમતોમાં થયેલા વધારાના ૧-૧૦માં ભાગ છે. એપ્રિલ ૨૦૨૧થી ૨૨ માર્ચની વચ્ચે, પેટ્રોલના ભાવમાં અમેરિકામાં ૫૧ ટકા, કેનેડામાં ૫૨ ટકા, જર્મનીમાં ૫૫ ટકા, યુકેમાં ૫૫ ટકા, ફ્રાન્સમાં ૫૦ ટકા, સ્પેનમાં ૫૮ ટકાનો વધારો થયો છે. સ્પેનની સરખામણીમાં ભારતમાં પાંચ ટકાનો વધારો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૧૦૪.૬૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે, જયારે ડીઝલની કિંમત વધીને ૯૫.૮૭ રૂપિયા થઇ ગઇ છે. મુંબઇમાં પેટ્રોલ ૧૧૯.૬૭ રૂપિયા અને ડીઝલ ૧૦૩.૯૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આ સિવાય કોલકાતામાં પેટ્રોલ ૧૧૪.૨૮ રૂપિયા અને ડીઝલ ૯૯.૦૨ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે, જયારે ચેન્નાઇમાં ૧૧૦.૧૧ અને ડીઝલ ૧૦૦.૧૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. નોંધપાત્ર રીતે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૪ નવેમ્બર, ૨૦૨૧થી ૨૧ માર્ચથી વધવાનું શરૂ થયું, જે ધીમે ધીમે દેશના સામાન્ય લોકો પર બોજ વધારી રહ્યું છે. જો કે, તેમણે ખાતરી આપી હતી કે દેશના લોકોને પોષણક્ષમ ભાવે ઇંધણ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.