અન્ડરવર્લ્ડના  ડોન દાઉદ ઈબ્રાહિમની મિલકત જપ્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો  કેન્દ્ર સરકારને આદેશ

0
690

વડી અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે દાઉદની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે,આ નિર્ણય જસ્ટિસ આર. કે અગ્રવાલના નેતૃત્વવાળી બેન્ચે લીધો હતો. આ અગાઉ દાઉદના પરિવારે સંપત્તિ જપ્ત કરવા વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અપી લ કરી હતી. દાઉદે એની તમામ સંપત્તિ ગેરકાનૂની રીતે જમા કરી હતી. દાઉદની મિલકતો સરકાર હસ્તક લેવાના દિલ્હી અદાલતના હુકમને દાઉદના પરિવાર જનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોકત નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી છે.