અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જે સતાવશે્ તેની સામે તરત જ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવશે…

0
131
A view of the Indian parliament building is seen on the opening day of the monsoon session in New Delhi August 1, 2011. REUTERS/B Mathur/Files
Reuters

અનુસૂચિતજાતિ – જનજાતિની સતામણી કરનારી વ્યક્તિને તાત્કાલિક કાનૂની સકંજામાં લેવામાં આવશે . આવી સતામણી કરનાર વ્યકિત કોઈ પણ હોય, તરત જ એની સામે કાનૂની એફઆઈઆર દાખલ કરીને તેની ધરપકડ કરાશે. કેસ દાખલ કરતાં અગાઉ અને ધરપકડ કરવા અગાઉ કશા પણ પ્રકારની પરવાનગી લેવાની આવશ્યકતા નહિ રહે . રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ફેસલાને બિન અસરકારક બનાવવા માટે એસસી- એસટી 2018ને મંજૂરી આપી દીધી હતી. હવે આ કાયદો અગાઉની જેવો જ કડક બની ગયો છે. આ સુધારેલા કાયદામાં એસસી- એસટી અત્યાચાર વિરોધી કલમ- 18-ઓ ઉમેરવામાં આવી હતી. કાયદામાં સંસદ દ્વારાકરવામાં આવેલા સુધારા પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોઈ ખાસ મહત્વ નથી રહ્યું.