અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘પરી’ નું નવું પોસ્ટર રિલિઝ

0
880

ગત મંગળવારે મુંબઈમાં ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા- કોહલીની આગામી ફિલ્મ પરીનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં અનુષ્કા શર્માની હાથની આંગળીઓના નખમાંથી લોહી નીકળતું બતાવવામાં આવ્યું છે. ફિલ્મની નાયિકા ની ભૂરી ભૂરી આંખો ભયભીત અને રહસ્યમય લાગે છે. આ પોસ્ટરે અનુષ્કાની ફિલ્મોના પ્રશંસકોમાં ભારે ઉત્કંઠા જગાવી છે. કલીન સ્લેટના બેનર તળે બની રહેલી આ ફિલ્મનું નિર્માણ અનુષ્કા અને તેનો ભાઈ કરણેશ શર્મા સંભાળી રહ્યા છે..