અનુરાગ બાસુની ઈમલીઃ દીપિકા પદુકોણ

0
1001

બરફી અને જગ્ગા જાસૂસ જેવી ફિલ્મો બનાવનારા સર્જક અનુરાગ બાસુ એક નવી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે , જેમાં હીરોઈનની ભૂમિકા કંગના રનૌત ભજવાની હતી, પણ કંગના હાલમાં અનેક ફિલ્મોના પ્રોજેકટમાં વ્યસ્ત હોવાને લીધે એણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. કંગનાએ આ અગાઉ અનુરાગ કશ્યપની ફિલ્મો ગેન્ગસ્ટર અને લાઈફ ઈન મેટ્રોમાં કામ કર્યું છે. કંગનાએ ના પાડીઅટલે અનુરાગ કશ્યપે નવી અભિનેત્રી શોધી કાઢીઃ દીપિકા પદુકોણ . હવે ઈમલીમાં હીરોઈનની ભૂમિકા દીપિકા પદુકોણ ભજવશે. જો કે્ દીપિકા હાલમાં મેટ ગાલા -2019માં ભાગ લેવા ન્યુયોર્ક ગઈ છે. વળી હાલમાં એ મેઘના ગુલઝારની ફિલ્મ છપાક કરી રહી છે. એટલે દીપિકા તરફથી ફિલ્મમાં ભૂમિકા ભજવવા બાબત કશી સ્પષ્ટતા કરવામાં આવી નથી. દીપિકાનું હાલમાં ફોકસ માત્ર મેઘનાની ફિલ્મ છપાક જ છે. એક એસિડ સર્વાઈવર મહિલા લક્ષ્મી અગ્રવાલની બાયોપિકમાં દીપિકા કામ કરી રહી છે.