અનુભવ સિન્હાની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે – તાપસી પન્નુ

0
942

તાપસી પન્નુની ફિલ્મ મુલ્ક ટિકિટબારી પર ખાસ  સફળ થઈ નહિ, એ એક વિચારપ્રધાન ફિલ્મ હતી. જેનું દિગ્દર્શન અનુભવ સિન્હાએ કર્યું હતું. હવે અનુભવ સિન્હા મહિલા સશક્તીકરણના વિષય પર એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેની તાજેતરમાં જ ઘોષણા  કરવામાં આવી હતી. આફિલ્મનું નામ છે- થપ્પડ . ફિલ્મના અન્ય કલાકારોનું ચયન હવે કરવામાં આવશે. આફમે ત્યાં વરસો અગાઉ ઓફ બિ્ટ વિષય પર ફિલ્મો બનતી હતી. જેને કલાસિકલ કે ન્યૂ વેવ એવું નામ આપવામાં આવતું હતું. શ્યામ બેનેગલ, મૃણાલ સેન, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી, આસિત સેન આપ્રકારની ફિલ્મો બનાવતા હતા. જેનો એક ખાસ પ્રેક્ષકવર્ગ હતો. નાના બજેટની આફિલ્મોમાં અમોલ પાલેકર, વિદ્યા સિન્હા, નસીરુદી્ન શાહ, સ્મિતા પાટિલ, શબાના આઝમી, અમરીશ પુરી, ઓમ પુરી, કુલભૂષમ ખરબંદા , દીપ્તિ નવલ, ફારુક શેખ જેવા ઉમદા કલાકારો ભૂમિકા ભજવતા હતા. હવે મલ્ટીપેકસ એરામાં એબધું મહદઅંશે લુપ્ત થઈ ગયું છે. પ્રેક્ષકોની રસ- રુચિ પણ ખાસ્સી બદલાઈ છે. આવા માહોલમાં જયારે કોઈ અનુભવ સિન્હા કે સૂજિત સરકાર ફિલ્મ બનાવવાનું બીડું ઝડપે ત્યારે અવશ્ય  એને બિરદાવવાં જોઈએ.