અનુપમ ખેરના પુસ્તકની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

Actor Anupam Kher. (File Photo: IANS)

તાજેતરમાં પીઢ અભિનેતા અનુપમ ખેરનું લખેલું પુસ્તક પ્રકાશિત થયું છે:  જેનું નામ છેઃ યોર બેસ્ટ ડે ઈઝ ટુડે. સકારાત્મક વિચારસરણી ધરાવતા આ કલાકારનું જન્મસ્થાન છે કાશ્મીર. આતંકવાદીઓની જોહુકમીને લીધે કાશ્મીરના પંડિતોએ કાશમીર છોડીને અન્યત્ર વસવાટ કરવો પડ્યો હતો.  હજારો બ્રાહ્મણ પરિવાર- પંડિત પરિવારોએ રાતોરાત પોતાના ઘરબાર છોડીને જતા રહ્યા હતા. બેઘર ને બેહાલ દશામાં જીવન ગુજારવાની વેદના શું હોય છે તેની અનુપમ ખેરને જાણ છે. અભિનેતા અનુપમ ખેરની જીવનયાત્રા સંઘર્ષ અને પુરુષાર્થથી ભરેલી છે. અનેક તકલીફોનો સામનો કરીને જીવનમાં સફળતા, નામના, પ્રસિધ્ધિ પ્રાપ્ત કરનારા અનુપમ ખેર સોશ્યલ મિડિયા પર હંમેશા સક્રિય રહ્યા છે. દેશની સામાજિક પરિસ્થિતિ તેમજ મહત્વના રાજકીય મુદા્ઓ સહિત દરેક બાબત પર તેઓ  પોતાનાો મત, પોતાનો દ્રષ્ટિકોણ નિર્ભીકતાથી પ્રગટ કરે છે. જીવનની નાની મોટી દરેક બાબતમાં સકારાત્મક અને રચનાત્મક અભિગમ ઘરાવતા અનુપમ ખેર દેશના એક સમજદાર અને સજાગ નાગરિક તરીકે હંમેશા યોગદાન આપતા રહ્યા છે. 

       વડાપ્રધાન મોદીએ અનુપમ ખેરને પત્ર લખીને તેમની પ્રશંસા કરી હતી. પોતાના પત્રમાં તેમણે  પુસ્તક ખૂબજ પસંદ પડ્યું હોવાની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પુસ્તકના આરંભે જ તમે બતાવ્યું છે કે બુકનું ટાઈટલ વાસ્તવમાં તમને તમારાં માતાે આપેલી શિખામણ ચે. તમારાં માતા દુલારી હંમેશા હકારાત્મક રહ્યા છે. તમે પણ સફળતાની ટોચ પર પહોંચ્યા છો. મને લાગે છે કે આ જ તાકાતને કારણે તમે તથા તમારો પરિવાર મુશ્કેલ ઘડીમાં પણ તૂટ્યા નહી અને મુશ્કેલીની સામે અડીખમ ઊભા રહ્યા…

       પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારત અને પ્રત્યેક ભારતીયનું આ ધરતી પર આપેલું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે. હું કહું છું કે અઙીંથી જ આત્મ નિર્ભર ભારતનો આરંભ થાય છે. તમારું આ પુસ્તક મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાનો સંદેશ આપે છે….