
નિર્માતા – દિગ્દર્શક અનિલ શર્મા પોતાની ફિલ્મ જિનિયસ દ્વારા પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને બોલીવુડમાં પ્રવેશ કરાવી રહ્યા છે. આ અગાઉ ઉત્કર્ષે ગદર ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલના પુત્રની નિભાવી હતી.આગામી ફિલ્મમાંં નવીન વાર્તા રજૂ થઈ રહી છે.જેમાં દિલ અને દિમાગ વચ્ચેની લડાઈ છે.આ ફિલ્મનું તમામ શૂટિગ મોરેશિયસમાં કરવામાં આવ્યું છે. ચાલુ વરસના ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મ રિલિઝ કરવામાં આવશે. ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ઈશિતા ચૌહાણ ભજવે છે. નવાજુદી્ન સિદિ્કી પણ ખાસ ભૂમિકામાં રજૂ થવાના છે. આ ફિલ્મ એક એકશન-પેક પ્રેમ-કથા છે.