અનિલ અંબાણીની રિલાયન્સ યુનિકેશનને સુપ્રીમ કોર્ટે આપ્યો જોરદાર ઝટકો –

0
832

કેન્દ્ર સરકાર પાસેથી એનઓસી( નોન ઓબ્જેકશન સર્ટિફિકેટ) પ્રાપ્ત કરવા માટે કોર્પોરેટ ગેરન્ટી તરીકે કેન્દ્ર સરકારને રૂપિયા 14 અબજ ચુકવવાનો સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની કંપનીને આદેશ આપ્યો હતો. હકીકતમાંં અનિલ અંબાણીની માલિકીની કંપની આરકોમ રિલાયન્સ જિયો ઈમ્પોકોમ લિમિટેડને પોતાનું સ્પેક્ટ્રમ વેચવા માગે છે. આથી ઔપચારિકતા અનુસાર, નિયમ મુજબ કંપનીએ એ માટે સરકાર પાસેથી એનઓસી લેવી અનિવાર્ય છે. જેના માટે સરકારે આરકોમ પાસેથી નાણાકીય બાંહેધરી માગી  હતી. કંપની સરકારના ઉપરોક્ત ફેંસલા સાથે સંમત નહોતી . આથી સરકારના આદેશનો એણે વિરોધ કર્યો હતો. અપિલિયેટ ટ્રિબ્યુનલમાં કંપનીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ટ્રિબ્યુનલે આરકોમની તરફેણનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને પ઼ડકારતી પિટિશન કેન્દ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. આથી સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને ગેરન્ટીના ભાગરૂપે સરકારને 14 અબજ રૂપિયાની ચુકવણી કરવાનો આરકોમને આદેશ આપ્યો હતો. આ નાણાંની ચુકવણી થયા બાદ જ આરકોમ પોતાના હિસ્સાનું સ્પેકટ્રં જિયો ઈન્ફો ફાર્મને વેચી શકશે,