અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનસ સામે ટેલિકોમના સાધનો બનાવનારી સ્વીડિશ કંપની એરિકસને  સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો …

0
729

 

અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ હાલમાં દેવાદાર બની ગઈ છે. એણે સ્વીડિશ કંપની એરિકસનને કુલ 1100 કરોડ રૂા. ચુકવવાના છે. આ કંપનીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ટેલિકોમ ઈકવિપમેન્ટ પૂરાં પાડ્યા હતા. જેને માટે રિલાયન્સે પૂરાં નાણાં ચૂકવ્યા નહોતા. પરંતુ 30 સપ્ટેમ્બર, 2018 સુધીમાં 50 ટકા એટલે 550 કરોડ રૂપિયા ચુકવવાનો વાયદો કર્યો હતો. જે ચુકવવામાં ન આવ્યા હોવાથી સ્વીડિશ કંપની સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.રિલાાયન્સ કંપનીએ નક્કી કરેલી મુદતમાં નાણાં ન ચુકવ્યા હોવાથી એને અદાલતની અવમાનનાનો મુદો્ બનાવીને રજૂઆત કરવામાં આવી હતી. જો રિલાયન્સ પોતાનું દેવું નહિ ચુકવી શકે તો તેને દેવાળિયું  જાહેર કરવામાં આવશે. જો રિલાયન્સને દેવાળિયું જાહેર કરવામાં આવે તો પછી તે પોતાની કોઈ પણ મિલ્કત વેચી શકશે નહિ. આ મુદાં પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ 3 ઓકટોબરે સુનાવણી કરશે, જયારે સુપ્રીમ કોર્ટ 4 ઓકટોબરે આ બાબતના કેસની સુનાવણી હાથ ધરશે.