અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને વિગતવાર પત્ર લખીને  જણાવ્યું – રફેલ યુધ્ધ – વિમાનોના સોદા બાબત તમારી પાસે ભૂલભરેલી અને ખોટી માહિતી છે…

0
787
Reuters

રિલાયન્સ એડીએજી ગ્રુપ વતી અનિલ અંબાણીએ રાફેલ વિમાનોના સોદા બાબત રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોનો ક્રમબધ્ધ અને વિગતવાર સ્પષ્ટતા કરતો જવાબ આપ્યો છે. અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખીને એકેએક આક્ષેપને નકારી કાઢ્યોછે. તેમણે પત્રમાં લખ્યું છેકે, રાફેલ સોદા બાબત કોંગ્રેસ પક્ષને મળેલી માહિતી સંપૂર્ણ રીતે ખોટી છે. તેઓ વાસ્તવિક તથ્યો બાબત ભ્રમમાં છે. આ સોદાથી તેમની કંપનીને હજારો કરોડ રૂા.નો ફાયદો થયો હોવાની વાત સંપૂર્ણ કાલ્પનિક છે. કેન્દ્ર સરકારે 36 રાફેલ યુધ્ધ વિષયક વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે, તે વિમાનો સંપૂર્ણપણે ફ્રાસમાં બનાવવામાં આવશે. એનું નિર્માણ ફ્રાસની કંપની અને રિલાયન્સ સાથે મળીને નથી કરી રહી. એટલે તેમની કંપનીને અનુભવહીન કહીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પાયાવિહોણો છે.