અનિર્ણિત કોંગ્રેસને કારણે નરેન્દ્ર મોદી વધુ તાકાતવર : મમતા બેનરજીની ગોવામાં ગર્જના

 

પણજીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતાં કોંગ્રેસને પણ ઝપટે લઈ સવાલ ઉઠાવ્યો કે કોઈના નિર્ણય ન લેવાનું પરિણામ આખો દેશ શા માટે ભોગવે?

શનિવારે ગોવામાં પત્રકારો સાથે વાતચીતમાં મમતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો નિર્ણય ન લઈ શકવાનું પરિણામ આખો દેશ ભોગવી રહ્યો છે. તેઓ રાજકારણને ગંભીરતાથી લઈ રહ્યા નથી. કોંગ્રેસને કારણે મોદી વધુ તાકાતવર બનશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર તેમણે દાદાગીરીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે બહુ થયું. દિલ્હીની દાદાગીરી હવે ખતમ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને અગાઉ પણ તક મળી હતી. પરંતુ તેઓ ભાજપ સામે લડવાને બદલે મારા રાજ્યમાં મારા વિરુદ્ધ લડયા. બંગાળમાં તેમણે મારા વિરુદ્ધ ટીએમસી વિરુદ્ધ ચૂંટણી લડી. કોઈના પણ સમર્થન વિના અમે ત્રીજીવાર બંગાળમાં સરકાર બનાવી.