અનામતના મામલે દેશની સર્વોચ્ચ અદાલતનો મહત્વનો ચુકાદોઃ અનામત એ નાગરિકનો મૌલિક અધિકાર નથી. 

 

 

     અનામતનો મામલો સમયાંતરે જાગે છે.જુદા જુદા રાજ્યોમાં વિવિધ જાતિ અને સંપ્રદાયના લોકો એ માટે આંદોલનો શરૂ કરે છે. અનામતની સિસ્ટમ પાછળ અવનવું રાજકારણ વરસોથી રમાઈ રહ્યું છે. તાજેતરમાં એક પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો હતો. તામિલનાડુ રાજ્યમાં મેડિકલ કોલેજમાં 50 ટકા બેઠકો ઓબીસીને માટે અનામત રાખવાની માગણી કરી હતી. જેને માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણીમાં NEET પોસ્ટ માટે ગ્રેજ્યુએશન રિઝર્વેશનના મામલે કોર્ટે જણાવ્યું હતું કે, અનામત એ કોઈનો બુનિયાદી- મૂળભૂત અધિકાર નથી. રાજકીય પક્ષો ડીએમકે, સીપીઆઈ, એઆઈએડીએમકે,સહિત તામિલનાડુના અન્ય રાજકીય પક્ષોએ કેલેજમાં ઓબીસી માટે 50 ટકા સીટ હોવી જોઈએ એવી માગણી કરતી પિટિશન દાખલ કરી હતી. ત્યારે પોતાના ચુકાદામાં જસ્ટિસ એલ. નાગેશ્વરરાવની નેતૃત્વવળી બેન્ચે જણાવ્યું હંતું  કે, કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહિ કે અનામત એનો મૌલિક અધિકાર છે, જો કોઈને અનમત ન મળે તો તેના લીધે સંવૈધાનિક અધિકારનું ઉલ્લંઘન થાય છે એવુ નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, કોનો મૌલિક અધિકાર છિનવાયો છે. નામદાર અદાલતે અરજદારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમે હાઈકોર્ટમાં અરજી કરો. અમે તમારી અરજીની નકારણી નથી કરી રહ્યા, પરંતુ તમારી અરજીને હાઈકોર્ટમાં દાખલ કરવાની તમને તક આપી રહ્યા છીએ.