અધિકૃત રીતે કોરોનાની વેકસીન રજિસ્ટર કરનારો સૌપ્રથમ દેશ છે : રશિયા 

 

        સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પુત્રીને વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમની પુત્રીને કુલ બે ડોઝ આપવામાં આવ્યા હતા. ડોઝ આપ્યા બાદ તેમના શરીરનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. ટેમ્પરેચરમાં થયેલા પરિવર્તનને નોંધવામાં આવ્યું હતું. પહેલાે ડોઝ વખતે તેમના શરીરનું ટેમ્પરેચર 38 ડિગ્રી હતું. બીજો ડોઝ આપ્યા બાદ ટેમ્પરેચર ઘટીને 37 ડિગ્રી થઈ ગયું હતું. પરંતુ થોડા સમય બાદ ટેમ્પરેચર ફરીથી વધવા માંડ્યું હતું, જે ધીરે ધીરે સામાન્ય થઈ ગયું હતું. 

   રશિયાના પ્રમુખ પુતિનને બે પુત્રીઓ છે- મારિયા અને કેટરિના. આ બન્ને પુત્રીઓમાંથી કોને વેકસીન આપવામાં આવી એ અંગે પુતિને કશી સ્પષ્ટતા કરી નહોતી. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, વેકસીન આપ્યા બાદ તેને સારું લાગ્યું હતું. તેના શરીરમાં એન્ટીબોડીઝની માત્રા વધી હતી. ઉપરોક્ત વેકસીન અનેક પ્રકારના પરીક્ષણોમાંથી પસાર થઈ ચુકી છે, અને આ વેકસીન સુરક્ષિત હોવાનું સાબિત થયું છે.