અદાણી ગ્રૂપની કંપનીએ નોંધાવ્યો આવકમાં વિક્રમ

નવી દિલ્હી: હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગૌતમ અદાણી ગ્રૂપની ચાલી રહેલી લડાઈ વચ્ચે અદાણી ગ્રૂપની કંપનીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ હેઠળની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશલ ઇકોનોમિક ઝોન લિમિટેડને નવો રેકોર્ડ બનાવ્યો છે, કંપનીનું નાણાકીય વર્ષ 2022-23માં 120.51 MMT રેલ કાર્ગોનું હેંડલિંગનું કામ કર્યું હતું, જે છેલ્લા નાણાકીય વર્ષમાં 98.61 MMTથી 22.2 ટકા વધુ છે. કાર્ગોના હેન્ડલિંગની નોંધપાત્ર કામગીરીથી રેલવેને પણ 14,000 કરોડ રૂપિયાની આવક થઈ હતી. અદાણી પોર્ટ્સવતીથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય રેલવેની જનરલ પર્પઝ વેગન ઇનવેસ્ટમેન્ટ સ્કીમ (GPWIS)ના અંતર્ગત રેલવે દ્વારા સંચાલિત કાર્ગોમાં વાર્ષિક 62 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. મુદ્રા પોર્ટ નાણાકીય વર્ષ 2023માં 15,000થી વધુ કાઉન્ટર ટ્રેન અને ભારતનું એક્ઝિમ ગેટવે તરીકે તેની સ્થિતિ મજબૂત ઊભી કરવામાં આવી હતી. રેલવેની આવક વર્ષ 2022માં APSEZને ભારતીય રેલ માટે કાર્ગો લગભગ 14,000 કરોડ રૂપિયા રેવેન્યુ કમાયા. નાણાકીય વર્ષ-2023માં, મુન્દ્રા પોર્ટ દ્વારા ડબલ-સ્ટેક કન્વ્યુટર ટ્રેનમાં 4.3 ટકાનો ગ્રોથ નોંધાયો છે. કંપનીવતીથી જણાવવામાં આવ્યું છે કે ગૂડસ ટ્રેન પર ડબલ સ્ટેક લોડિંગ એક એનર્જી એફિશિયન્ટ અને વિશ્વાસપાત્ર પદ્ધતિથી પરિવહનની ખાતરી કરે છે. એટલું જ નહીં, કુલ પ્રતિયુનિટની કિંમત ઓછી થાય છે અને ગ્રાહકોની સંતોષ થાય છે એવો દાવો કરવામાં આવ્યો હતો.