અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં ૨૫મા નંબરે 

 

નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ ઇં૧.૧૫ બિલિયન ઘટીને ઇં૪૯.૧ બિલિયન થઈ છે. અદાણી હવે વિશ્ર્વના અમીરોની યાદીમાં ૨૫માં નંબરે સરકી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થમાં ૭૧.૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સૌથી અમીરની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ ૧૫૦ બિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ હતી.

૨૪ જાન્યુઆરીએ હિંડનબર્ગના એક રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપ દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. જો કે અદાણી ગ્રુપે આ અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો હતો અને તેને ભારત વિ‚દ્ધનું કાવત‚ં ગણાવ્યું હતું.

અદાણી ગ્રુપના ૧૦માંથી ૪ શેર ઘટયા હતા. ગ્રૂપની લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૪.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ કારણે કંપનીની માર્કેટ કેપ પણ ૨ લાખ કરોડ ‚પિયાથી ઓછી રહી છે. આ સિવાય અદાણી ટ્રાન્સમિશનમાં ૪.૮૭ ટકા, અદાણી ટોટલ ગેસમાં ૫.૦૦ ટકા ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસનો સ્ટોક ફરી એકવાર લોઅર સર્કિટને સ્પર્શ કર્યો અને બાવન અઠવાડિયાની નીચી સપાટીએ પહોંચ્યો. બીજી તરફ અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ્સ અને એન ડીટીવીના શેરમાં તેજી રહી. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ અર્નોલ્ટ ૧૯૨ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્ર્વના અમીરોની યાદીમાં પ્રથમ ક્રમે છે.