અદાણીના ફાયદા માટે વડાપ્રધાન ટેકાના ભાવ લાગુ કરાતા નથી: મેઘાલયના રાજ્યપાલ

 

મેઘાલય: ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટીના મુદ્દે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે દેશના ખેડૂતોને હરાવી શકાય નહીં અને જ્યાં સુધી તેમની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. નૂહમાં એક કાર્યક્રમમાં બોલતા સત્યપાલ મલિકે કહ્યુ કે જો એમએસપી લાગુ કરવામાં આવી નહીં અને આની પર કાયદેસર ગેરંટી આપવામાં આવી નહીં તો વધુ એક લડત થશે અને આ વખતે ભયંકર લડત થશે. તેમણે કહ્યુ કે તમે આ દેશના ખેડૂતોને હરાવી શકશો નહીં. તમે તેમને ડરાવી નહીં શકો. કેમ કે તમે ઈડી કે ઈન્કમટેક્સ અધિકારી મોકલી શકતા નથી તો તમે ખેડૂતોને કેવી રીતે ડરાવશો. એમએસપી એટલા માટે લાગુ નથી કરવામાં આવી રહ્યુ કેમ કે વડાપ્રધાનના એક મિત્ર છે જેમનુ નામ અદાણી છે. તેઓ અત્યારે પાંચ વર્ષમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગુવાહાટી એરપોર્ટ પર હુ એક મહિલાને મળ્યો, તેમની પાસે ગુલદસ્તો હતો. મે તેમને પૂછયુ કે તેઓ કયાંથી આવ્યા છે તો તેમણે કહ્યુ કે અમે અદાણી તરફથી આવ્યા છીએ. મે પૂછયુ આનો અર્થ શુ છે તો તેમણે કહ્યુ કે એરપોર્ટ અદાણીને આપી દેવાયુ છે. અદાણીને એરપોર્ટ, પોર્ટ, મેજર યોજનાઓ આપી દેવાઈ છે અને એક -કારે દેશને વેચવાની તૈયારી છે પરંતુ અમે આવુ થવા દઈશુ નહીં. અદાણીએ એક મોટુ ગોડાઉન બનાવ્યુ છે અને તેમાં સસ્તા ભાવે ખરીદેલા ઘઉંનો સ્ટોક રાખેલો છે.