અતિ સંવેદનશીલ રામ- જન્મભૂમિ -બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 6 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે, મધ્યસ્થી પેનલે પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યા બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ

0
484

રામ -જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટૈે એના  શાતિપૂર્ણ ઉકેલ માટે મધ્યસ્થ સમિતિની નિમણુક કરી હતી. મધ્યસ્થ સમિતિના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને મામલાનો કશો જ ઇઉકેલ આવી ન શક્યો. હવે સુપ્રીમ કોર્ટે આગામી 6 ઓગસ્ટથી ખુલ્લી અદાલતમાં દરરોજ સુનાવણી કરવાનો  નિર્ણય કર્યો છે. મધ્યસ્થતા કરનારી સમિતિ( પેનલ) માં સુપ્રીમ કોર્ટના માજી જજ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ એટવોકેટ શ્રીરામ પંચુ સામેલ હતા. મધ્યસ્થતાના આ પ્રયાસો કુલ 155 દિવસ સુધી ચાલ્યા હતા. અદાલતે હવે અનવુવાદ સહિત તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરી લેવાનો રજિસ્ટ્રીને આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, મધ્યસ્થતા પેનલ સમાધાન શોધી કાઠવામાં સફળ રહી નથી. હવે આમામલાની સુનાવણી 6 ઓગસ્ટથી દરરોજ ખુલ્લી અદાલતમાં કરવામાં આવશે. તમામ પક્ષોની દલીલો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. ચીફ જસ્ટિસઓફ ઈન્ડિયા માનનીય રંજન ગોગોઈ તેમના હોદા્ પરથી નિવૃત્ત થાય તેની પહોેલા આમામલાનો ચુકાદો આવી જશે એમ માનવામાં આવી રહ્યું છે.