અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા આયોજિત પ્રાર્થનાસભામાં હાજરી આપીને ફારુક અબદુલ્લાએ વાજપેયીને અંજલિ આપી…

0
852

દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સદગત અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા આયોજિત પ્રાર્થના -સભામાં વાજપેયીજીને અંજલિ આપતા કહ્યું હતું કે, એ વજીર-એ આઝમ  નહિ, સમગ્ર હિંદુસ્તાનની જનતાના હૃદયના માલિક હતા. એમનું હદય વિશાળ હતું. તેમના જેવું દિલ કોઈ પાસે નથી. તેમણે અતિ ભાવુક થઈને વાજપેયીજીને અંજલિ આપી હતી. ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે, તેઓ ભારતને ખૂબ ચાહતા હતા. જો અટલજીને સાચી અંજલિ આપવી હોય તો ભારતને પ્રેમ કરો ભારતને પ્રેમભર્યો દેશ બનાવી દો, જેથી આખી દુનિયા એ પ્રેમની સામે ઝુકી જાય. ધન્ય છે ભારતની આ ધરતીને જેણે વાજપેયીજી  જેવા મહાન પુરુષને જન્મ આપ્યો,હું મારી જાતને નસીબદાર સમજુ છું કે એમને સમજવાનો મોકો મને ઈશ્વરે આપ્યો.. હું અલ્લાહને દુઆ કરું છું કે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વાજપેયીજીના દર્શાવેલા માર્ગ પર ચાલીને હું દેશની સેવા કરતો રહું, હું આ દેશને એટલો મજબૂત બનાવું કે કોઈ એનો વાળ વાંકો ના કરી શકે…