અજય દેવગણ અને સિધ્ધાર્થ મલહોત્રાની ફિલ્મો વચ્ચે ટક્કર …

0
876

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં વરુણ ધવન, સિધ્ધાર્થ મલહોત્રા – બન્ને એકસાથે ચમકયા હતા. બન્નેની આ ડેબ્યુ ફિલ્મ હતી. ત્યારબાદ વરુણ ધવનની અનેક ફિલ્મો રિલિઝ થઈ અને લગભગ બધી જ ફિલ્મો હિટ- સુપર હિટ સાબિત થઈ. હાલમાં વરૂણધવનની ગણના બોલીવુડના સફળ પહેલી પંકિતના અભિનેતાઓમાં થાય છે. સામે પક્ષે સિધ્ધાર્થ એટલો નસીબદાર નથી. તેની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ નીવડી છે. હવે તેની ફિલ્મ જબ્બરિયા જોડી ટૂંક સમયમાં રિલિઝ થવાની છે. જેમાં તેની સાથે પરિણિતી ચોપરા છે.. આ ફિલ્મ 17 મેના રિલિઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. એ જ દિવસે અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દે પણ રજૂ થવાની છે. હવે જો આ બન્ને ફિલ્મો એક જ દિવસે રિલિઝ થાય તો નુકસાન ઊઠાવવાનો વારો મોટેભાગે સિધ્ધાર્થ મલહોત્રાનો જ આવે. અજય દેવગણની સાથે તબુ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સિધ્ધાર્થની ફિલમના નિર્માતાઓ જો સમજીને તારીખ બદલે તો એ એમના લાભની વાત હશે…