અજય દેવગણ અને સિધ્ધાર્થ મલહોત્રા સાથે રકુલ પ્રીત સિંઘ પણ આગામી કોમેડી ફિલ્મમાં ભૂમિકા ભજવશે ..

0
159

 

   અજય દેવગણ હાલમાં તેની આગામી મહત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ તાનાજીની રજૂઆતની તૈયારી કરી રહયો છે. પેશવાઓના શાસનકાશમાં મરાઠાઓએ વિદેશી શાસકોના આક્રમણો રોકવા માટે, તેમજ ભારતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મની રક્ષા માટે અનેક યુધ્ધો બહાદુરીપૂર્વક લડ્યા હતા. આવા જ એક બહદુર લડવૈયા – સેનાપતિ તાનાજીની ભૂમિકા અજય દેવગણ પોતે ભજવી રહ્યા છે. આ તેમના હોમ પ્રોડકશન્સની ફિલ્મ છે. જેમાં તેમની સાથે કાજોલ પણ ભૂમિકા ભજવી રહી છે. 

     અજય દેવગણ સિધ્ધાર્થ મલહોત્રા સાથે એક કોમેડી ફિલ્મમાં પણ ભૂમિકા કરવાના છે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. આ ફિલ્મમાં નવી અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમાર છે.