અજય દેવગણે વરસના શુભ આરંભે  જ પોતાના ચાહકોને આપી અનુપમ ભેટઃ તાનાજી  ધ અનસંગ વોરિયર …નું નવું પોસ્ટર ..

0
892

અજય દેવગણ ગંભીર  અને કરડાકી ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે. તેમની એક પિરિયડ ફિલ્મ આવી રહી છે.ફિલ્મનું નામ છેઃ તાનાજી-ધ અનસંગ વોરિયર ..છત્રપતિ શિવાજી મહારાજની સેનાના વફાદાર અને બહાદુર સૂબેદાર તાનાજી  માલુસરના જીવન અને કૃત્વ પર આધારિત આ ફિલ્મમાં તાનાજીની મુખ્ય ભૂમિકા બોલીવુડના ધીર- ગંભીર ગણાતા સુપરસ્ટાર અજય દેવગણ ભજવી રહયા છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર 19 જુલાઈ, 2018ના જારી કરાયું હતું. જેને અજય દેવગણના લાખો પ્રશંસકોએ આવકાર્યું હતું. હવે હાલમાં આ ફિલ્મનું  નવું પોસ્ટર પ્રકાશિત થયું છે. આ ફિલ્મમાં મરાઠાઓના ખમીર, ધર્મપ્રેમ અને બહાદુરીની કથા રજૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફિલ્મ 2019ના નવેમ્બર મહિનામાં રજૂ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ પણ અજય દેવગણની ફિલ્મ કંપની કરી રહી છે. ફિલ્મનું શૂટિગ નજીકના ભવિષ્યમાં શરૂ થવાની શક્યતા છે.