અખિલ ભારતીય આંજણા સમાજ કારોબારી બેઠકમાં એમ. ડી. ચૌધરી

અખિલ ભારતીય આંજણા સમાજની પ્રથમ કારોબારી સભ્યોની મિટિંગનું રીસોટ બિશનગઢ જાલોર રાજસ્થાનમાં આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં સમાજના અગ્રણી માનસિંહ ચૌધરી (રીટા. ડી.વાય.એસ.પી.)ને અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા તરફથી મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી હતી. આ મિટિંગમાં સર્વાનુમતે ઉદ્યોગ, શિક્ષણ, ખેતી, સ્પોર્ટ્સ, વુમનડેવલોપમેન્ટ, સોશિયલ અને કલ્ચરલ, મીડિયા સેલ વિગેરે કમિટીઓની રચના કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન દયારામજી મહારાજ તથા સંરક્ષક શેઠ હરિભાઈ વી. ચૌધરી તથા વીરજીભાઈ ઝુડાલ તથા ઝાલોરના સાંસદ દેવજીભાઈ ચૌધરી તથા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધધઘરીની ઉપસ્થિતિમાં સમાજના વિકાસ માટે ચિંતન કરવામાં આવ્યું હતું.