અક્ષરફાર્મ આણંદમાં મહંતસ્વામી મહારાજનો ૮૯મો જન્મદિવસ ઊજવાયો

 

આણંદઃ આણંદ અક્ષરફાર્મમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૯મો પ્રાગટ્યોત્સવ તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઊજવાયો હતો. મંગલમય દિવસના શુભ પ્રભાતે સ્વામીઍ પ્રાતઃપૂજામાં અક્ષર પુરૂષોત્તમ મહારાજ અને ગુરૂવર્યોની ભક્તિવંદના કરીને સૌને શુભ આશિષ પાઠવ્યા હતા. સતત ૩૫ દિવસથી આણંદના અક્ષરફાર્મમાં બિરાજમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સમગ્ર ચરોતર પ્રદેશના હરિભક્તો, ભાવિકોને સત્સંગનો લાભ આપી રહ્ના છે. સ્વામીના પાવન સાંનિધ્યમાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં સૌ શુભ પ્રેરણા, આનંદ અને નવી ઊર્જા પ્રાપ્ત કરી રહ્ના છે.

આણંદ મંદિર વિસ્તારમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નિવાસ્થાન હોય શુભ દિવસે મંદિર નજીકના ચોકનેમહંતસ્વામી ચોકતરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બીઍપીઍસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી, આણંદ ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબહેન વનિશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતા. પવિત્ર દિવસે સાંજે .૩૦ વાગ્યે અક્ષર ફાર્મમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૮૯માં જન્મદિનની ઉત્સવ સભા યોજાયેલ હતી

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી આપણા સૌ માટે જીવી ગયા, સૌને રાજી કર્યા છે. બધો યશ ગુરૂઓને અને સૌને આપ્યો છે. ભગવાન સર્વ કર્તાહર્તા છે. જે કઈ કાર્ય કરીઍ તે ભગવાનને સંભારીને નિષ્ઠાપૂર્વક અને મહિમા સમજીને કરવું. સત્સંગ કરી આનંદમાં રહેવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here