અક્ષય ખન્ના કહે છે કે, બોલીવુડનાી પાર્ટીઓમાં જઈએ તો જ ફિલ્મમાં કામ મળે એવું હું માનતો નથી

0
1479

બોલીવુડનો પ્રતિભાશાળી અભિનેતા અક્ષય ખન્ના પોતાના  સરળ અને હાજરજવાબી તેમજ સ્પષ્ટ વકતવ્ય માટે જાણીતા છે. પોતાને જે સાચું લાગે, યોગ્ય લાગે તે કોઈની પણ કશી શેહ- શરમ રાખ્યા વિના સ્પષ્ટતાથી હિંમતભેર કહી દેવું૆- એ અક્ષય ખન્નાના  સ્વભાવમાં છે.અક્ષય બોલીવુડની પાર્ટીઓમાં હાજરી નથી આપતો. એને કોઈની ખોટી ખુશામત કરવાનું નથી ગમતું. 
 તાજેતરમાં એક અખબારને આપેલી મુલાકાત દરમિયાન અક્ષય ખન્નાએ જણાવ્યું હતું કે, માનવામાં આવે છેકે, બોલીવુડમાં ટકી રહેવું હોય તો મોટા લોકોએ  આયોજિત કરેલી પાર્ટીઓમાં તમારે નિયમિત હાજરી આપતાં રહેવું જોઈએ, સંપર્ક કરતાં રહેવું જોઈએ, તો જ તમને ફિલ્મમાં ભૂમિકા મળશે. પરંતુ આવી વાત મારી સમજમાં જ નથી આવતી. શું હું કરણ જોહરની પાર્ટીઓમાં જઈશ તો  જએ મને એની ફિલ્મમાં રોલ આફર કરશે.હું કરણ જોહરની પાર્ટીમાં નથા જતો, એટલે મને એની ફિલ્મમાં કામ કરવાની ઓફર નથી મળતી– આવી બધી વાતોમાં મને વિશ્વાસ બેસતો નથી. 
       અક્ષય ખન્ના આજકાલ સબકુશલ મંગલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ  ફિલ્મને કરણ વિશ્વનાથ કશ્યપે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં જાણીતા અભિનેત્રી સુપ્રિયા પાઠક પણ જોવા મળશે. તાજેતરમાં અક્ષય ખન્નાની ફિલ્મં આર્ટિકલ 375રિલિઝ થઈ હતી. જેમાં અક્ષયે સરકારી વકીલની ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here