અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ન્યુ જર્સી ગાલામાં પાંચ લાખ ડોલરનું ભંડોળ એકઠું થયું


પરીખ વર્લ્ડવાઇડ મીડીયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ  અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુએસએના બોર્ડ ચેરમેન    સાથે ગુરુરાજ દેશ દેશપાંડે.


ન્યુ જર્સી ચેપ્ટર ઓફ અક્ષયપાત્રના સ્વયંસેવકો અને કોચેર્સ સાથે (ઉપલી હરોળમાં ડાબેથી જમણે) અભિષેક મિશ્રા, આભા કુલકર્ણી, ડો. રચના કુલકર્ણી, રૂપા કોઠારી, કવિતા શાનવારે, અશમી પટેલ, વરૂણ ફોન્ડજે અને ધનશ્રી ફોન્ડજે. (આગલી હરોળમાં ડાબેથી જમણે) ડો. આનંદ કુલકર્ણી, કીરણ કોઠારી, હરેશ પટેલ અને તુષાર ફોન્ડજે.


અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુએસએ દ્વારા તાજેતરમાં છઠ્ઠી ઓકટોબરે ન્યુજર્સીના નેવાર્કમાં નેવાર્ક લીબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ મેરીયોટમાં યોજાયેલી વાર્ષિક ન્યુજર્સી બેનીફીટ ગાલામાં ન્યુજર્સી ચેપ્ટર ઓફ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કોચેર ડો. રચના કુલકર્ણી.


ન્યુ જર્સીના નેવાર્કમાં નેવાર્ક લીબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ મેરીયોટમાં યોજાયેલી વાર્ષિક ન્યુ જર્સી બેનીફીટ ગાલામાં હાજર રહેલા અગ્રણીઓ- મહાનુભાવો નજરે પડે છે.

 

ન્યુ જર્સીઃ અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુએસએ દ્વારા તાજેતરમાં છઠ્ઠી ઓક્ટોબરે ન્યુ જર્સીના નેવાર્કમાં નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ મેરિયોટમાં યોજાયેલા વાર્ષિક ન્યુ જર્સી બેનિફિટ ગાલામાં લગભગ પાંચ લાખ ડોલરનું ભંડોળ વંચિત બાળકોને સહાયરૂપ થવા માટે એકઠું કરવામાં આવ્યું હતું. ગાલામાં ઉપસ્થિત રહેલા 400 ઉદ્યોગપતિઓ-બિનનફાકારી, સરકારી સંસ્થાઓ, પરોપકારી દાતાઓને દાન કરવા માટે સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે પ્રેરિત કર્યા હતા.
ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી ગાલાના મુખ્ય મહેમાન હતા. આ સિવાય પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ પણ હાજર રહ્યાં હતાં.
ડો. પરીખે જણાવ્યું હતું કે હું છેલ્લાં દસ વર્ષથી જ્યારથી ન્યુ જર્સીમાં તેની સ્થાપના થઈ ત્યારથી અક્ષયપાત્ર સાથે સંકળાયેલો છું. આ ફક્ત વંચિત બાળકોને ગરમ ભોજન આપવા માટે જ નહિ, પણ તેમને સ્કૂલમાં આવવા અને શિક્ષણ આપવામાં પણ સહાયરૂપ થાય છે તેનો આનંદ છે. ગુરુરાજ દેશ દેશપાંડે દ્વારા શરૂ થયેલી આ ઘણી સારી પહેલ છે અને હું ભવિષ્યમાં પણ આ પહેલને સદાય સહાય કરતો રહીશ.
સંજીવ કપૂરે પહેરેલા એપ્રોનને પણ આ ઉમદા હેતુ માટે હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. અક્ષયપાત્રનાં સીઇઓ વંદના તિલકે સંસ્થાના હેતુ વિશે માહિતી આપી હતી જે સન 2020 સુધીમાં પાંચ લાખ બાળકોને ભોજન આપવાનું ધ્યેય રાખે છે. સન 2000માં પાંચ સ્કૂલોનાં 1500 બાળકોને ભોજન આપવાની શરૂઆત કરનાર અક્ષયપાત્ર અત્યારે દરરોજ 14125 સરકારી સકૂલોના 1.7 મિલિયન બાળકોને ભોજન આપે છે જે ભારતના ં12 રાજ્યોમાં 38 આઇએઓ સ્ટાન્ડર્ડ સેન્ટ્રલાઇઝ્ડ કિચનમાં 5800 કર્મચારીઓની મદદથી ચાલે છે.
ગાલામાં મુખ્ય મહેમાનો તરીકે ગુરુરાજ દેશ દેશપાંડે (અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુએસએના બોર્ડ ચેરમેન) અને તેમનાં પત્ની જયશ્રી, ન્યુ જર્સી ચેપ્ટરના સ્વયંસેવકો અને કો-ચેર્સ, ડો. આનંદ કુલકર્ણી, કિરણ કોઠારી, હરેશ પટેલ અને ડો. રચના કુલકર્ણી હાજર રહ્યાં હતાં.
આજે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દુનિયાનો સૌથી મોટો નોનપ્રોફિટ સ્કૂલ ભોજન કાર્યક્રમ છે, જેનાં અમેરિકામાં 19 ચેપ્ટરો છે. અક્ષયપાત્રના શિકાગો ચેપ્ટર દ્વારા પણ 21મી સપ્ટેમ્બરે ઇલિનોઇસમાં રોલિંગ મિડોસમાં મિડોસ કલબમાં ફન્ડરેઇઝિંગ ગાલાનું આયોજન કરાયું હતું, જેમાં 600 મહેમાનો હાજર રહ્યા હતા અને 3,50,000 ડોલરનું ભંડોળ એકઠું કરાયું હતું.
ચાવીરૂપ વકતા તરીકે ઉદ્યોગસાહસિક અને પરોપકારી દાતા મનુ શાહ (એમ એસ ઇન્ટરનેશનલ ઇન્ક.ના સીઈઓ), અન્ય મહેમાનોમાં ઇલીનોઇસના ફર્સ્ટ લેડી ડાયના રોનર, અક્ષયપાત્ર યુએસએનાં સીઇઓ વંદના તિલક હાજર રહ્યાં હતા