અકિલા પરિવારના કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રાના લઘુબંધુ રાજુભાઈનું અવસાન

રાજકોટ: અકિલા દૈનિક પરિવાર ઉપર એક જ વર્ષમાં બીજો કારમો આઘાત સહન કરવાની વેળા આવી છે. સુરેશભાઇ ગુણવંતરાય ગણાત્રા (જલારામ જ્યોત), કિરીટભાઇ ગુણવંતરાય ગણાત્રા (અકિલા) અને અજીતભાઇ ગુણવંતરાય ગણાત્રા (અકિલા) અને મીનાબહેન હરિશભાઇ ચગ, ભારતીબહેન લલિતભાઇ વજીયાણી, ભાવનાબહેન દિપકભાઇ નાગ્રેચા તથા સ્મિતાબહેન સુનિલભાઇ રાયચુરાના લઘુબંધુ, સ્વ. વીણાબહેન અજીતભાઇ ગણાત્રા અને નિમીષભાઇ કિરીટભાઇ ગણાત્રા તથા કિરણબહેન નિમીષભાઇ ગણાત્રા, ધન્વી એન. ગણાત્રા અને માહી એન. ગણાત્રાના નાના કાકા રાજુકાકા (રાજેશભાઇ) ગુણવંતરાય ગણાત્રાનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે. હજી થોડા સમય પહેલા જ અકિલાના તંત્રી અજીતભાઇ જી. ગણાત્રાના ધર્મપત્ની વીણાબહેન શ્રીજી ચરણ પામ્યા તેનો આઘાત વિસરાયો નથી ત્યાં જ આ બીજો આઘાત સહન કરવાની વેળા આવી છે. શ્રીજી બાવા રાજુભાઇના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. પૂજ્ય જલારામ બાપાના અનન્ય ભક્ત એવા રાજુકાકાનું એવા રાજુકાકાનું જીવનસદાય જલાબાપામય રહ્યું હતું. હજારો ભૂખ્યાજનોન તેમણે ૫ નંબરની મારૂતિવાનમાં ભોજન લઇ જઈ વિનમ્રભાવે જમાડયા છે. જેના ફળસ્વરૂપે અકિલાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી છે તેવું અમારા પરિવારનું સદૈવ માનવું છે. છેલ્લા ઘણા સમયથી રાજુકાકાની તબિયત નરમ-ગરમ રહેતી, પરંતુ એક અઠવાડિયાથી ખૂબ જ સુધારા ઉપર હતી. અચાનક જ ગંભીર હૃદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પંચનાથ હોસ્પિટલના ચેરમેન દેવાંગભાઇ માંકડ, ટ્રસ્ટી મયુરભાઇ શાહનો ખૂબ સહકાર મળ્યો છે.