રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબાને ટિકિટબારી પર સારો આવકાર મળી રહ્યો છે, હવે રોહિત વરસો પહેલા રાજકુમાર સંતોષીએ  બનાવેલી ફિલ્મ પસંદ અપની અપની, ખયાલ અપના અપનાની સિકવલ બનાવવા માગે છે.

અગાઉની ફિલ્મમાં કરિશ્મા કપુર, રવિના ટંડન, આમિર ખાન, સલમાન ખાન અને પરેશ રાવળે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ હળવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. જેને લોકોએ બહુજ પસંદ કરી હતી. હવે આ ફિલમની સિકવલ બનાવીને રોહિત પુન કોમેડી વિષય હાથ ધરવા માગે છે. ગોલમાલ 1-2-3, , બોલ બચ્ચન, સિંઘમ, ચેન્નઈ એકસપ્રેસ જેવી ફિલ્મોએ ટિકિટબારી પર ધૂમ સફળતા મેળવી હતી. કોમેડી ફિલ્મો બોલીવુડમાં બહુ બનતી નથી. આથી પ્રક્ષેકો કોઈ સારી કોમેડી ફિલ્મ રજૂ થાય તો એને વધાવી  લે છે. સંજય લીલા ભણશાળીને ય સુભાષ ઘાઈની ફિલ્મ સૌદાગરની રિમેક બનાવવી છે. સુભાષ ઘાઈની ફિલ્મમાં દિલીપકુમાર અને રાજકુમારે ભૂમિકા ભજવી હતી. એ બે મહત્વની ભૂમિકાઓ હવે શાહરૂખ ખાન અને સલમાન ખાન ભજવશે એમ જણાવવવામાં આવ્યું હતું.