નસીરુદી્ન શાહના નિવેદન પર અનુપમ ખેરનો પ્રતિભાવઃ

એક દેશમાં આટલી વધારે આઝાદી છે કે આપ ભારતની સેનાને અને વાયુસેનાના ચીફને અપશબ્દો બોલી શકો છો,, એક દેશમાં આનાથી વધારે બીજી કઈ સ્વતંત્રતા હોય ?

નસીરુદી્ન શાહને જે ગમ્યું તે બોલ્યા , પરંતુ  એનો મતલબ એવો નથી કે એમણે બોલેલી વાતો સાચી છે…

બોલીવુડના જાણીતા અભિનેતા નસીરુદી્ન  શાહે થોડા સમય અગાઉ ટ્વીટ કરીને યુપીના બુલંદ શહેરમાં થયેલી હિંસાની ઘટના અને ઈન્સ્પેકટરની હત્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, એમને એમના સંતાનોના જીવનની ચિંતા થઈ રહી છે   વગેરે …એના પ્રતિભાવમાં અનુપમ ખેરે ઉપરોકત જવાબ ટવીટર પર આપ્યો હતો.