શિવસેનાનાં સ્થાપક બાળાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદમાં સપડાઈ …

 

શિવસેનાના નામ અને કામથી મોટાભાગના ભારતીયો પરિચિત છે. મરાઠીભાષી સમુદાયના અધિકારોના રક્ષણ માટે તેની રચના કરવામાં હતી તે રાજકીય પાર્ટી. છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી તેનું નામકરણ કરાયું હતું તે રાજકીય પક્ષ એટલે શિવસેના. જેની સ્થાપના – રચના મરાઠી ગૌરવ અને મરાઠી અસ્મિતાના રાજકીય ઉદ્ઘોષક બાળાસાહેબ કેશવ ઠાકરેએ જોરશોરથી કરી હતી.મુંબઈમાં બાળાસાહે્બનો અને શિવસેનાનો અનોખો દોરદમામ હતો. અલગ મોભો  ને મિજાજ હતો. બાળાસાહેબને જેમણે જોયાં- જાણ્યાં છે એ મુંબઈગરાને એ વાતની ખબર છે કે એક જમાનામાં બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા વિના સરકારી વહીવટીતંત્રનું પાંદડું પણ ફરકી શકતું નહોતું. હવે એ બાળાસાહેબ ઠાકરેના જીવનને રજૂ કરતી ફિલ્મ મરાઠી ફિલ્મ નિર્માતા, પટકથાકાર અને શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉતે બનાવી છે. આ ફિલ્મના ત્રણ સંવાદો માટે સંસદ બોર્ડે વાંધો ઊઠાવ્યો છે. આ સંવાદો દક્ષિણ ભારતીયો અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા છે.  આ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલિઝ કરવામાં આવી રહ્યું છે. જાણીતા પ્રતિભાસંપન્ન કલાકાર નવાજુદી્ન સિદી્કી બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા અદા કરી રહ્યા છે.

થોડાક સમય પહેલા નંદિતા દાસ નિર્મિત ઉર્દૂ સાહિત્યકાર સઆદત હસન મંટોની બાયોપિકમાં નવાજુદી્ન સિદી્કીએ ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવી હતી.