યુએસના ટાઈમ્સ મેગેઝિને 2018ની સાલમાં પ્રકાશિત કરેલી તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં 3 ભારતીય- અમેરિકનો શામેલ

REUTERS

યુ.એસના ટાઈમ્સ મેગેઝિને 2018ના વરસના 25 પ્રભાવશાળી વિદ્યાર્થીઓની યાદી પ્રકાશિત કરી છે. જેમાં 3 ભારતીય- અમેરિકન વિદ્યાર્થી પણ સામેલ છે. જેમના નામ છેઃ કાવ્યા કોપ્યારાપુ, ઋષભ જૈન અને અમિકા જયોર્જ . અમિકા યુવતીઓ માટે ફ્રી સેનેટરી પેડની જુંબેશ ચલાવી રહી છે. ઋષભ જૈને કેન્સરના રોગ વિષયક સંશોધન હાથ ધર્યું છે. જયારે કાવ્યાએ મગજના કેન્સર માટે કોમ્પ્યુટર સિસ્ટમ ડેવલપ કરી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.