વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના રાજભવનમાં બોલીવુડના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી..

તાજેતરમાં મુંબઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ બોલીવુડના પ્રતિનિધિમંડળની મુલાકાત કરી હતી. આ બેઠકમાં મનોરંજન જગતના અનેક  મુદા્ઓ પર વિસ્તૃત વાતચીત થઈ હતી. આ મીટિંગમાં બોલીવુડની અનેક સમસ્યાઓ અને માગણીઓ બાબત નિખાલસ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડના પ્રતિનિધિઓને ખાત્રી આપી હતીકે, તેમની સરકાર હકારાત્મક વલણ સાથે એમના મુદા્ઓ અંગે વિચારણા કરશે. આ ફિલ્મી પ્રતિનિધિમંડળમાં અક્ષયકુમાર, કરણ જોહર, રિતેશ સિધવાણી , ફિલ્મ નિર્માતા સંઘના અધ્યક્ષ સિધ્ધાર્થ રોય કપુર, રાકેશ રોશન, રોની સ્ક્રુ વાલા તેમજ પ્રસૂન જોષીનો સમાવેશ થયો હતો. આ બેઠક અંગે ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે ટવીટ કરીને માહિતી આપી હતી. આથી અભિનેત્રી દિયા મિર્ઝાએ એવો સવાલ કર્યો હતોકે, આ બોલીવુડના પ્રતિનિધિમંડળમાં કોઈ મહિલા પ્રતિનિધિની ઉપસ્થિતિ કેમ નહોતી..દિયા મિર્ઝાના સવાલ બાદ આ વિવાદ વધુ પ્રસરી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.