સીબીઆઈના કાર્યવાહક ( કામચલાઉ) નિર્દેશક ( ડિરેકટર) એમ નાગેશ્વર રાવને ભાજપ સરકારની કેબિનેટની નિયુક્તિ કમિટી દ્વારા એડિશનલ ડિરેકટર બનાવવામાં આવ્યા.. નાગેશ્વર રાવને મળ્યું પ્રમોશન…

 

IANS

સીબીઆઈના બે વરિષ્ઠ અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના હાલમાં ફરજિયાત રજા પર ઉતારી દેવાયાં હતા. . તેમની બન્નેની સામે ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપો કરાયા છે. જેનો મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે. આ બન્ને મહાનુભાવોની ગેરહાજરીમાં કર્યવાહી સંભાળવા માટે સરકારે કામચલાઉ( વચગાળાના) ડિરેકટર તરીકે એમ નાગેશ્વર રાવની નિમણુક કરી હતી. હવે આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાગેશ્વર રાવને સરકારે હોદા્ પર બઢતી આપી છે. એમ. નાગેશ્વર રાવ ઓડિશા કેડરની 1986ની બેન્ચના આઈપીએસ અધિકારી છે.