આખરે સચિન પાયલોટે માથા પર સાફો બાંધીને ખાધેલા સોગંદ પૂર્ણ કર્યા ..

REUTERS

રાજસ્થાનના નવા વરાયેલા મુખ્યપ્રધાન અશોક ગેહલોટ અને ઉપ- મુખ્યપ્રધાન સચિન પાયલોટનો શપથવિધિ પૂરો થયા બાદ રાજસ્થાનમ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપૃ મુખ્યપ્રધાન સચિન પાયલોટે પોતાના માથાપર ભાતીગળ સાફો બાંધીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગી ચૂંટણી હારી ગઈ હતી. રાજસ્થાનમાંથી કોંગ્રેસનો લગભગ અંત આવી ગયો હતો, ત્યારે સચિન પાયલોટે એવા સોગંદ લીધા હતા કે, જયાં સુધી રાજસ્થાનમાં સત્તા પર કોંગ્રેસ પરત નહિ આવેત્યાં સુધી હું માથે સાફો બાંધીશ નહિ. હવે રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે એટલે સચિન પાયલોટે પોતાનું વચન પૂરું થયું હોવાથી સમગ્ર માનવમેદની અને અગ્રણી આગેવાનોની સમક્ષ સાફો બાંધીને પોતાની વાત પ્રગટ કરી હતી. રાજસ્થાની સાફો -એ રાજસ્થાનની સંસ્કૃતિ અને કલાનું  અવિભાજય અંગ છે.રા્જસ્થાનની આનબાન અને શાન છે રાજસ્થાની સાફો. રાઝસ્થાનની માટીનું ગૌરવ છે, મોભો છે, સમાજની ઉજ્જવલ પરંપરાઓનું પ્રતીક છે આ સાફો. ચૂંટણી પ્રચાર દરમિયાન જયારે જયારે સચિન પાયલોટના સમર્થકો, મિત્રો કે પરિચિતો તેમને સાફો ભેટ આપતા ત્યારે પાયલોટ સાફોનો માથાને સ્પર્શ કરાવીને રાખી દેતા હતા. પરંતુ હવે સમય બદલાઈ રહ્યોછે. બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. સચિન પાયલોટે 2014માં પક્ષના પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. તે સમયે 2013ની ચૂંટણીમાં ભાજપ બહુ જ ખરાબ રીતે હારી ગઈ હતી.