ભારતના પ્રથમ પંકિતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલના લગ્ન બુધવારે 12મી ડિસેમ્બરે અનેક દેશી- વિદેશી મહાનુભાવો, બોલીવુડના અગ્રણી કલાકારો તેમજ વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયાં.

 

REUTERS

પ્રથમ હરોળના નામાંકિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા  અંબાણીના લગ્ન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત 27માળના નિવાસસ્થાન એન્ટીલિયામાં ધામધૂમથી ઉજવાયાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી,  અમેરિકાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન તેમજ અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી કિલન્ટન , અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર, અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આમિર ખાન, સચિન તેંડુલકર તેમજ ઉદ્યોગપતિઓ, રમતગમતના નામાંકિત ખેલાડીઓ અને બોલીવુડના કલાકારોએ  લગ્નપ્રસંગે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

   લગ્ન-સમારંભના કવરેજ માટે મિડિયા માટે એક ખાસ મંચની વ્યવસ્થા કરવામાં હતી.

   ઈશા અંબાણીના બે ભાઈઓ આકાશ અંબાણી અને અનંત અંબાણીએ ઘોડા પર સવાર થઈને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આનંદ પિરામલની જાન મહેમાનો સાથે એન્ટાલિયા પહોંચી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ અને વિદેશના અખબારી મિડિયામાં અને સોશ્યલ મિડિયામાં આ વીઆઈપી લગ્નના સમાચાર અને ચર્ચા અગ્રસ્થાને રહ્યા હતા.