અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..

 

REUTERS/Jason Reed

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વિદેશમંત્રી જોન કેરી 2020માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રમુખપદની ચૂંટણી લડી શકે છે. તેમને એ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં જોન કેરીએ કહ્યું હતું કે, તેઓ એ અંગે વિચાર કરશે.

આ અગાઉ ભારતીય મૂળનાં અમેરિકન સાંસદ કમલા હેરિસ પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની એમની ઈચ્છા હોવાનું જણાવી ચુક્યા છે.તેઓ  હાર્વર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અંગે હું જરૂર વિચારણા કરીશ. હાલમાં હું અન્ય કાર્યમાં રોકાયેલો છું, અત્યારે હું  રાજ્યોનો પ્રવાસ કરવાનો નથી. તેમણે ટ્રમ્પ સરકારની વિદેશ- નીતિ, જલવાયુ પરિવર્તનની સમસ્યા વગેરે અનેક વિષયોની આલોચના કરી હતી.