અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..

REUTERS/Yuri Gripas

અમેરિકાના સંરક્ષણ સચિવે પાકિસ્તાનને એની અનિવાર્ય કામગીરી આગળ ધપાવવા અને નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવવાનો અનુરોધ કર્યો હતો. રક્ષા સચિવ જેમ્સ મૈટિસને એક નિવેદનમાં પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું હતું કે, હવે તાલિબાનો સાથે વાત કરીને પોતાની વાસ્તવિક ભૂમિકા ભજવવા પાકિસ્તાને તૈયાર થઈ જવું જોઈએ. પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ એ તમામ લોકોનું સમર્થન કરવા આગળ આવવું જોઈએ, જે લોકો દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા માગે છે.

  આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર લખીને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે થતી કામગીરીને સમર્થન અને સાથ- સહકાર આપવાની પાકિસ્તાનને વિનંતી કરી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો પુનરોચ્ચાર કરતાં અમેરિકાના રક્ષા સચિવે જણાવ્યું હતું કે, અત્યારે યોગ્ય સમય છે, જયારે તમામ પક્ષોએ એક બનીને યુનોનું સમર્થન કરવું જોઈએ. અફઘાનિસ્તાનમાં શાંતિનું વાતાવરણ રચવા માટે પ્રયાસ કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ,અફઘાનિસ્તાનના વડાપ્રધાન અશરફ ગની તેમજ અન્ય શાંતિચાહક લોકોને પાકિસ્તાનમે મદદરૂપ બનવું જોઈએ. આપણે યોગ્ય દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ અને કૂટનીતિના વિનિયોગથી આ સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ. અમે અફધાનિસ્તાનના લોકોની સુરક્ષા માટેો અમારા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.