કરતારપુર સાહેબ કોરિડોરના નિર્માણનો આરંભ કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સામે વિરોધ શરૂ થયો છે

 

ભારતના સીમા ક્ષેત્રને પાકિસ્તાન સ્થિત  કરતારપુર સાહિબ સાથે જોડતા કોરિડોરના નિર્માણને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લીલી ઝંડી આપીને શરૂઆત  કરી , તેનો તેમના જ વતન પાકિસ્તાનમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમીયત ઉલેમા -એ- ઈસ્લામના પ્રમુખ મૌલાના ઉજલુર રહેમાને જણાવ્યું હતું કે, ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને વિશ્વાસમાં લીધા વગર જ ભારત સાથે કરતારપુર કોરિડોર નિર્માણ કરવાની શરૂઆત કરી, તે અયોગ્ય કહેવાય. પાકિસ્તાને આ એકતરફી નિર્ણય લીધો હતો. ભારત જયારે પાકિસ્તાન સાથે જોડાયેલા રૂટને (માર્ગ- પરિવહન) બંધ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર અંગે લેવામાં આવેલો નિર્ણય એકતરફી હતો. આવા નિર્ણય માટે પાકિસ્તાને કિંમત ચુકાવવી પડશે. ઈમરાન ખાને આપખુદીથી આ પગલું લેવાની જરૂરત નહોતી, તેમણે દેશની સંસદને વિશ્વાસમાં લઈને પગલું ભરવાની જરૂર હતી.