રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું સૂચનઃ સરકારી બેન્કોનું ખાનગીકરણ કરો ..

 

Reuters

આરબીઆઈએ સરકારને એવું સૂચન કર્યું હતું કે, જો સરકારી બેન્કોને નાણાં આપવામાં કશી તકલીફ પડતી હોય તો બેન્કોનું ખાનગીકરણ કરી નાખવું જોઈએ. આરબીઆઈની આખરી બેઠકમાં સરકારી બેન્કોની નાણા જરૂરિયાતને મુદે્ સરકાર અને આરબીઆઈના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ચર્ચા દરમિયાન આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ એવું સૂચન કર્યું હતું કે, સરકારે સરકારી બેન્કોના ખાનગીકરણ કરવાના મુદા્ પર પણ વિચાર કરવો જોઈએ. આ બેઠકમાં સરકાર દ્વારા નિમાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, સરકાર બેન્કોને અમુક હદથી વધુ નાણાં  ન આપી શકે , કારણ કે તેની અસર સરકારી ભંડોળ પડે.