ઠગ્સ ઓફ હિંદોસ્તાન- યશરાજ ફિલ્મ્સ નિર્મિત ફિલ્મના નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય  સાથે આગામી ત્રણ ફિલ્મોના નિર્દેશનનો કરાર રદ કરે છે યશરાજ ફિલ્મસ …

(Photo: IANS)

અમિતાભ બચ્ચન અને આમિર ખાન, કેટરિના કૈફ જેવા સ્ટાર અને યશરાજનું બેનર હોવા છતાં ઠગ ઓફ હિંદોસ્તાન ટિકિટબારી પર રૂપિયાના ઢગલા કરી શકી નથી. મોટાભાગના પ્રેક્ષકોએ ફિલ્મ નકારી કાઢી હતી. નકારાત્મક પ્રચાર અને ફિલ્મ- વિવેચકોએ ફિલ્મ અંગે આપેલો રિવ્યૂ- બન્ને કારણોને લીઘે ફિલ્મને  નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રથમ દિવસે 50 કરોડ રૂાનું કલેકશનઅને ત્યારબાદ ત્રણ દિવસમાં 100 કરોડનું ભંડોળ એકઠું કરનારી આ ફિલ્મ દરેક દિવસે ઓછો ને ઓછો બિઝનેસ કરતી હતી. . ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી એના દિગ્દર્શક – લેખક વિજય કૃષ્ણ આચાર્યને માથે ઢોળવામાં આવી હતી. જો કે નબળી વાર્તાની પસંદગી, નબળું કથાનક, નબળી પટકથા, નબળું સંકલન  સંગીત નબળું અને નબળું નિર્દેશન – આ બધા પાસાં માટે મહત્તમ જવાબદારી તો ડિરેકટરની જ ગણાય . આથી યશરાજ ફિલ્મસની હિટ થયેલી ફ્રેંચાઈજી- ધૂમ સિરિઝની આગામી ફિલ્મો હવે વિજય કૃષ્ણ આચાર્ય ડિરેકટ નહિ કરે. તેમને નિર્દેશકના સ્થાનેથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું

હતું. આ ફિલ્મની નિષ્ફળતાથી સમગ્ર હિન્દી ફિલ્મ ઉદ્યોગને આંચકો લાગ્યો હતો.