અમેરિકા સાથે મોટા ગજાના સુરક્ષા કરાર કરશે ભારતઃ જેને કારણે ભારતીય નૌ સેના વધુ મજબૂત બનશે. 2018ના વરસના આખરી સમયગાળામાં  કરાર થવાની સંભાવના

REUTERS/Alberto Lowe

ભારતે રશિયા પાસેથી એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ ખરીદવાના કરાર કર્યો તે બાબત અમેરિકાએ ભારતની પરિસ્થિતિને  સમજીને તેને રાહત આપી છે. અમેરિકાના વહીવટીતંત્રે આ અંગે લીધેલા વલણથી ભારતની અનુકૂળતા વધી છે. ભારતે અમેરિકાની સરકાર સાથેનો પોતાના સંબંધે વધુ મજબૂત કરવામાટે અમેરિકા સાથે મોટા ગજાની  સુરક્ષા કરાર કરે તેવી શક્યતા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે અમેરિકાને એક પત્ર પાઠવ્યો છે. જેમાં 23,500 કરોડ રૂપિયાની કિંમતના 24 એમ. એચ . 60 રોમિયો હેલિકોપ્ટરનો કરાર કરવાની વાત કરવામાં આવી છે્. આ હેલિકોપ્ટર અનેક સ્તરે કામગીરી કરી શકે છે. વિવિધ ભૂમિકાઓમાં કાર્ય કરી શકે છે. આ હેલિકેપ્ટરને કારણે ભારતની સૈન્ય શક્તિ મજબૂત બનશે. 2020 થી 2024 સુધીમાં ભારતને અમેરિકા પાસેથી આ હેલિકોપ્ટર મળી શકે છે. આ વરસના અંત સુધીમાં ભારત- અમેરિકા આ કરાર પર હસ્તાક્ષર કરશે એવું માનવામાં આવી રહ્યું છે.