સુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનો ખરીદવાને મામલે મહત્વની સુનાવણી ચાલી રહી છે …

 

સુપ્રીમ કોર્ટમાં ફ્રાન્સ પાસેથીા 36 રાફેલ યુધ્ધ વિમાનો ખરીદવાને મામલે આજે મહત્વની સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચ સમક્ષ સરકારી અને કરારની તપાસની માગણી કરતા અરજદારોના વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા અને દલીલો કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે વિમાનની કિંમતની માહિતીની વિગતો  આજે સિલસિલાબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. સુપ્રીમ કોર્ટએ અંગે તપાસ હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાફેલ વિમાનની કિંમત વિષે અરજદારોને હાલમાં કસી પણ માહિતી આપવામાં નહિ આવે. જયાં સુધી સુપ્રીમ કોર્ટ મંજૂરી આપશે નહિ ત્યાં સુધી એ અંગે ચર્ચા પણ થવી જોઈએ નહિ.