શ્રીલંકાની સંસદમાં નવા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે અને વિવાદિત રીતે નિયુકત કરાયેલા પ્રધાનમંડળની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી

REUTERS/Dinuka Liyanawatte/File Photo

હાલમાં નવ  નિયુક્ત કરવામાં આવેલા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે સામે અવિશ્વાસ પ્રગટ કરતી દરખાસ્ત  સંસદમાં પસાર કરવામાં આવી હતી. આ અગાઉ સંસદને બરખાસ્ત કરવાના રાષ્ટ્રપતિએ લીધેલા ફેંસલાને થંભાવી દેવાના  સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટે બાદ સંસદે નવા વડાપ્રધાન મહિન્દ્ર રાજપક્ષે સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. રાજપક્ષેની પાર્ટીના સંસદ સભ્યોએ અવિશ્વાસના પ્રસ્તાવ પસાર કરાયો , એની સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સદનમાં ધાંધલધમાલ થવાને કારણે સંસદની બેઠક ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.