સલમાન ખાન બનેવી આયુષ શર્મા માટે ફરી એક ફિલ્મનું નિર્માણ કરવાની યોજના બનાવી રહયા છે..

સુપરસ્ટાર સલમાન ખાને એમના બનેવી આયુષ શર્મા માટે નિર્માણ કરેલી ફિલ્મ લવયાત્રી ટિકિટબારી પર ઝાઝું કૌવત દેખાડી શકી નહિ. પ્રેક્ષકોએ પણ આ ફિલ્મ અંગે પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો નહોતો. જો કે સલમાન ખાનને આયુષનો અભિનય અને પરદા પરની તેની હાજરી ખૂબ ગમ્યા છે. આથી તે આયુષ શર્માને હજી એક ચાન્સ આપવા માગે છે. સલમાન આયુષને મુખ્યભૂમિકામાં રજૂ કરતી એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ  બનાવવા ઈચ્છે છે. સલમાનને આયુષને અનુરૂપ સ્ક્રીપ્ટ મળી ગઈ છે. આ ફિલ્મ મનોરંજન અને એકશનથી ભરપૂર હશે. આયુષ શર્માએ પણ એકશન દ્રશ્યો માટે તાલીમ લેવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની ફિલ્મમાં કશી કચાશ ના રહી જાય તે માટે આયુષ અભિનય અને એકશન- બન્ને ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી તાલીમ લઈ રહ્યો છે..