અમેરિકામાં આગામી પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ 10 ડેમોક્રેટની યાદીમાં ભારતીય- અમેરિકન કોંગ્રેસ વુમન કમલા હેરિસનું સ્થાન

REUTERS/David McNew

અમેરિકામાં આગામી 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેલા નામોમાં હિંદુ કોંગ્રેસ વુમન તુલસી ગોબાર્ડ ઉપરાંત ભારતીય- અમેરિકન સેનેટર કમલા હેરિસનું નામ પણ અગ્રગણ્ય પ્રથમ 10 ઉમેદવારોની યાદીમાં શામેલ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પ્રખર સમર્થક તરીકે કમલા હેરિસનું નામ જાણીતું થયું હતું. 2016થી તેઓ અમેરિકાની કોંગ્રેસમાં નોંધપાત્ર કામગીરી બજાવી રહયા છે. તેમને આફ્રિકી- અમેરિકન સહિત વિવિધ મૂળની મહિલાઓનું સમર્થન પ્રાપ્ત થયેલું છે. 54 વર્ષીય કમલા હેરિસ આજની તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સ્પર્ધામાં 10 ટકા વધુ મતોથી ચૂંટાઈ આવી શકે એવું એક સર્વેમાં સ્પષ્ટ થયું હતું. મળતી માહિતી અનુસાર, કમલા હેરિસે હજી સુધી પોતાની ઉંમેદવારીને જાહેરમાં સમર્થન આપ્યું નથી કે તેનો નકાર પણ કર્યો નથી