અમેરિકાનાં  પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ આગામી 2020ની પ્રમુખપદની ચૂંટણી લડશે..

REUTERS/Brian Snyder

અમેરિકાના હવાઈ રાજયમાંથી સતત ચાર વાર અમેરિકન સંસદની ચૂંટણી જીતનારાં  હિંદુ મૂળના સાંસદ તુલસી ગેબાર્ડ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે એવી સંભાવના તેમના રાજકીય સમર્થક ડો. સંપત શિવાંગીએ રજૂ કરી હતી. તુલસી ગેબાર્ડ  2013થી અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ છે. તેઓ અમેરિકાના હવાઈ રાજયના સાંસદ છે. અમેરિકાની કોંગ્રસમાં સાંસદ તરીકે સ્થાન મેળવનારા તેઓ પહેલા હિંદુ મહિલા છે.