અનાથાલયના ફંડના નાણાઁ બાબત ભ્રષ્ટાચાર આચરવાના ગુનાસર બાંગલાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતા બેગમ ખાલિદા જિયાને 10 વરસની જેલની સજા

REUTERS

બાંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા જિયાને જિયા અનાથાલય ટ્રસ્ટની આશરે બે લાખ ડોલરની રકમની ઉચાપત કરવાના ગુનાસર વિશેષ અદાલતે ગત ફેબ્રુઆરી મહિનામાં  પાંચ વરસની જેલની સજા કરી હતી. જેની સામે ભ્રષ્ટાચાર વિરોધી આયોગ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં બેગમ ખાલિદા જિયાની પાંચ વરસની સજા વધારવાની માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે ઉપરોકત સજા વધારીને 10 વરસની કરી હતી. હવે આ કેસમાં સંકળાયેલ દરેક વ્યક્તિને 10 વરસની જેલની સજા ભોગવવી પડશે.