નરેન્દ્ર મોદીની સરકાર પર ફરી પ્રહાર કરતા રાહુલ ગાંધી ઃ રાફેલ યુધ્ધ વિમાનના સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ વારંવાર દોહરાવવામાં આવી રહયો છે..

REUTERS

 

 રાહુલ ગાંધીએ આજે શુક્રવારે 2જી નવેમ્બરના નરેન્દ્ર મોદીની સરકાર પર આક્ષેપ કરતા રાફેલ યુધ્ધ વિમાનના સોદામાં થયેલી ગરબડ વિષે પુનઃ ઉચ્ચારણ કર્યું હતું. તેમણે પત્રકારપરિષદમાં પ્રશ્ન કર્યો હતો કે. એક લોસ મેકિંગ કંપની – નુકસાન કરી રહેલી કંપની રિલાયન્સને 284કરોડ રૂપિયા કેમ ટ્રાન્સફર કરવામાં આવ્યા ? ફ્રાંસની કંપનીએ રિલાયન્સના અનિલ અંબાણી પાસે જમીન ઉપલબ્ધ હોવાથી તેમને કોન્ટ્રેકટ આપવામાં આવ્યો હતો એમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહયું હતું કે, રાફે્લ વિમાનઅંગેનો મામલો ઓપન -શટ કેસ છે. જેમાં બે જણાની ભાગીદારી છે- એક અનિલ અંબાણી અને બીજા નરેન્દ્ર મોદી. જે કંપની નુકસાન કરી રહી છે એવી કંપનીને 284 કરોડ રૂપિયા કેમ આપવામાં આવ્યા ? એની પાછળ  શું લોજિક હતું ? આવું ઈન્વેસ્ટમેન્ટ ફ્રાંસની કંપનીએ કયા કારણસર કર્યું ?જે નાણાં આપવામાં આવ્યા, તે નાણાનો ઉપયોગ અનિલ અંબાણીએ જમીન ખરીદવા માટે કર્યો. સીબીઆઈના વડાને એમના સ્થાન પરથી હટાવી દેવામાં આવ્યા, કારણ કે તેઓ રાફેલ મામલાની તપાસ કરી રહયા હતા. જો રાફેલ વિમાનના મામલાની તપાસ કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચી નહિ શકે. રાફેલના સોદામાં જે થયું છે તે ખોટું થયું છે. મોદી સરકારે રાફેલ સોદામાં વિમાનોની સંખ્યા ઘટાડીને વાયુસેનાની તાકાત ઘટાડી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારું કામ દેશને સત્ય હકીકતથી વાકેફ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે, આ રાફેલ સોદામાં તત્કાલીન સંરક્ષણપ્રધાન મનોહર પારિકરની કોઈ જ ભૂલ નથી. મનોહર પારિકરે એવી સ્પષ્ટતા કરી હતી કે, એ નિર્ણય મારો નહિ, મારા બોસનો હતો.