દેશની સર્વોચ્ચ અદાલત ( સુપ્રીમ કોર્ટ) હવે આમ આદમી માટે ખોલી રહી છે દરવાજાઃ

 હવે જનતાનું પ્રતિનિધિત્વ કરતી સામાન્ય વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ કરી શકશે.સામાન્ય વ્યકિત સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમથી માંડીને સમગ્ર પરિસરમાં પ્રવેશ કરી શકશે, હરી ફરી શકશે. સપ્રીમ કોર્ટે એક આૈપચારિક પોર્ટલ લોન્ચ કર્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવી લોકો એક કલાક સુધી ગાઈડ સાથે ટૂર લઈ શકશે. જાહેર રજાના દિવસો સિવાય દરેક શનિવારે સુપ્રીમ કોર્ટ જોવા માટે લોકો આવી શકશે. અહીં એક વાતનો ખાસ ઉલ્લેખ કરવા જેવો છે કે,

અત્યારસુધી સુપ્રીમ કોર્ટમાં માત્ર વકીલો, કેસ સંબંધિત લોકો , વકીલાતની તાલીમ લઈ રહેલા ઈન્ટર્ન, કાયદાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ પત્રકારોને જ પ્રવેશ આપવામાં આવતો હતો.  સુપ્રીમ કોર્ટમાં ફરવા- જોવા આવેલાં લોકોને એ માટે કશી ફી નહિ ચુકવવી પડે. આ મુલાકાતનો સમય સવારે 10 વાગ્યાથી 1વાગ્યા સુધીનો રહેશે. વેબસાઈટપર મુલાકાતીઓને એક ટેકસ્ટ મેસેજ આવશે . આ મેસેજને સુપ્રીમ કોર્ટના રિસેપ્શન કાઉન્ટર પર સ્કેન કરવામાં આવશે અને મુલાકાતી વ્યક્તિને એક ટેમ્પરરી ઈલેકટ્રોનિક એન્ટ્રી કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. જેને મુલાકાત લીધા બાદ વ્યક્તિએ પરત  આપી દેવું પડશે. સુપ્રીમ કોર્ટની મુલાકાતે આવનારી વ્યક્તિ ન્યાયાધીશોની લાયબ્રેરી તેમજ કોરિડોરમાં પણ પ્રવેશ કરી શકશે. જોકે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.