સાઉદી  અરેબિયામાં હેલોવીનની પાર્ટી યોજનારા ફિલિપાઈન્સના નાગરિકોની ધરપકડ

REUTERS

સાઉદી અરેબિયાના રિયાધ ખાતે એક ખાનગી ઘરમાં હેલોવીનની પાર્ટી યોજનારા ફિલિપાઈન્સના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.ધરપકડ કરવામાં આવેલી વ્યકતિઓમાં મહિલાઓ અને પુુરુષોનો સમાવેશ થતો હતો. સાઉદી અરેબિયાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ એક ખાનગી ઘરમાં ચાલી રહેલી હેલોવીનની પાર્ટીમાં અચાનક પ્રવેશ કરીને પાર્ટીમાં ભાગ લઈ રહેલા તમામ લોકોની ધરપકડ કરી હતી. ફિલિપાઈન્સના વિદેશ વિભાગના મંત્રાલય દ્વારા  પ્રકાશિત નિવેદનમાં ઉપરોકત માહિતી આપવામાં આવી હતી. ફિલિપાઈન્સના રાજદૂત અદનાન એલોટોએ વિદેશ વિભાગને મોકલેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. કયા ગુનાસર આ લોકોની ધરપકડ કરવામાં આવી તે અંગે જાણકારી મળી નહોતી. પાર્ટીમાં પુરુષોની સાથે મહિલાઓ પણ સામેલ હતી. જે સાઉદી અરેબિયાના કાયદાનું ઉલ્લંધન છે.